અલ્જિરિયામાં સેનાનું વિમાન તૂટી પડતાં ૨૫૭નાં મોત

અલ્જિરિયામાં સેનાનું વિમાન તૂટી પડતાં ૨૫૭નાં મોત
New Update

અલ્જિરિયામાં સૈન્ય વિમાન તૂટી પડતા સૈનિકો અને તેમના પરિવારજનો સહિત કુલ ૨૫૭ લોકોનાં મોત થયા છે.

publive-image

અલ્જિરિયાની રાજધાની અલ્જિયર્સથી ૨૫ કિમી દક્ષિણપશ્ચિમમાં આવેલા બોફારિક એરબસથી ઉડ્ડયન શરૃ કર્યાના થોડાક સમયમાં સૈન્ય વિમાન તૂટી પડયું હતું. મૃતકોમાં ૧૦ ક્રૂ સભ્યો અને ૨૪૭ યાત્રીઓ હતા. આ યાત્રીઓમાં સૈનિકો અને તેમના પરિવારજનો હતાં.

ઘટનાની જાણ થતા જ અનેક એમ્બ્યુલસ અને ફાયર ટ્રકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અલ્જિરિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર તમામ લોકોનાં મોત થયા છે. નાયબ સંરક્ષણ પ્રધાન એહમદ ગેડ સલાહે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને દુર્ઘટનાના કારણ શોધવા તપાસ કરવાના આદેશ આપ્યા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article