અવકાશમાં પણ ભારત કરશે " સૌનો સાથ સૌનો વિકાસ"

New Update
અવકાશમાં પણ ભારત કરશે " સૌનો સાથ સૌનો વિકાસ"

ભારત દક્ષિણ એશિયાઈ દેશો માટે 450 કરોડ રૂપિયાની એક ખાસ યોજના બનાવી રહ્યુ છે. આ સપ્તાહમાં દક્ષિણ એશિયા સેટેલાઇટ ના માધ્યમથી ભારત તેના પડોશીઓને એક નવો ઉપગ્રહ આપી રહ્યા છે, જેમાં પીએમ મોદીએ મન કી બાતમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, પીએમ મોદી એ દક્ષિણ એશિયામાં પણ સૌનો સાથ સૌવનો વિકાસનું નામ આપ્યુ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલે મિડીયાને જણાવ્યુ હતુ કે ભારત તેના પડોશીઓ દેશ માટે અવકાશી યોજના થકી એક નવી રાહ ચીંધશે.

જયારે આઇઆઇટીના એન્જીનિયર પ્રશાંત અગ્રવાલે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાસ્તવમાં પોતાનું શ્લોગન સૌનો સાથ સૌનો વિકાસ ભારતના પાડોશી દેશ સુધી પહોંચાડયુ છે,જેથી દક્ષિણ એશિયાના ગરીબોની જરૂરિયાતોને પુરી કરી શકાશે.

5 મેના રોજ બંગાળની ખાડીના તટ પર શ્રીહરિકોટા થી ઈસરો 11 માં મિશન "નૌટી બોય" પર નીકરશે, તે પોતાની સાથે શાંતિ નો સંદેશ લઈને જશે, કુલ 412 ટન વજન અને લગભગ 50 મિટર લંબાઈ વાળું આ રોકેટ તેની સાથે દક્ષિણ એશિયા ઉપગ્રહ લઈ ને જશે, કુલ 2230 કિગ્રાનો આ ઉપગ્રહ ને 3 વર્ષ થી બનાવતા હતા, જેમાં 235 કરોડ રૂપિયાની લાગવગથી બનેલો આ ઉપગ્રહ પુરી રીતે સંચાર ઉપગ્રહ છે,આ ઉપગ્રહ અવકાશ આધારિત ટેક્નોલોજીના ઉપયોગથી મદદ કરશે.

Latest Stories