અહમદ પટેલને આતંકવાદ મુદ્દે બદનામ ન કરવા જોઈએ: શંકરસિંહ વાઘેલા

New Update
અહમદ પટેલને આતંકવાદ મુદ્દે બદનામ ન કરવા જોઈએ: શંકરસિંહ વાઘેલા

અંકલેશ્વર તાલુકાનાં કુડાદરા ગામ ખાતે શોકસભામાં હાજરી આપીને પૂર્વ મુખ્યમંત્રી અને જન વિકલ્પ થકી ચૂંટણીમાં વિરોધીઓ સામે મેદાનમાં ઉતરનાર શંકરસિંહ વાઘેલાએ ભરૂચ જિલ્લાનાં હોદ્દેદાર તેમજ માલધારી સમાજનાં લોકો સાથે ટૂંકી મુલાકત કરી હતી.

publive-image

આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ મિડીયા સાથેની વાતચીતમાં આતંકી કાસીમ સરદાર પટેલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતો હોય અને હોસ્પિટલને ટાર્ગેટ કરીને રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ સામે સામે રાજ્ય સરકાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી, અને જણાવ્યુ હતુ કે આતંકવાદ - આતંકવાદની જગ્યાએ છે, તેમાં રાષ્ટ્રહિતવાળા અહમદ પટેલને સંડોવીને બદનામ કરવા ન જોઈએ અને જે આતંકવાદી છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ તેઓએ જણાવ્યુ હતુ.

publive-image

જ્યારે ભરૂચ જિલ્લાનાં જન વિકલ્પનાં હોદ્દેદાર સંજય પ્રજાપતિનાં ઘરે પણ શંકરસિંહ વાઘેલાએ ટૂંકી મુલાકાત કરી હતી. અને સંજય પ્રજાપતિ સાથે અંકલેશ્વરની રાજ્યકીય પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરીને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગ દર્શન આપ્યુ હતુ.

publive-image

આ ઉપરાંત શંકરસિંહ બાપુએ અંકલેશ્વરમાં વસતા માલધારી સમાજનાં લોકોને પણ મળ્યા હતા, અને ગામઠીશૈલીમાં બાપુએ ચ્હાની મોજમાણીને માલધારી સમાજને કનડગતા પ્રશ્નોની રજૂઆતો પણ તેઓએ સાંભળીને તેના નિરાકરણ અર્થેની બનતી કોશિશ કરવાની ખાતરી પણ બાપુએ આપી હતી.

Latest Stories