અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી : રાહુલ ગાંધીને મળ્યા બાદ લેવાશે નિર્ણય

અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી : રાહુલ ગાંધીને મળ્યા બાદ લેવાશે નિર્ણય
New Update
  • ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે તેમને ભરૂચમાંથી ચૂંટણી લડવા માટે વિનંતી કરી છે.

  • અહેમદ પટેલ હાલ ગુજરાત બેઠક પરથી રાજ્યસભામાં સાંસદ છે.

  • અહેમદ પટેલ ત્રણ વખત ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે

કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યસભાના સાંસદ અને સોનિયા ગાંધીના અતિ વિશ્વાસુ કહેવાતા અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે તેમને ભરૂચમાંથી ચૂંટણી લડવા માટે વિનંતી કરી છે. જો આવું થશે તો ગુજરાતમાં કોંગ્રેસને ફાયદો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અહેમદ પટેલ રાહુલ ગાંધી સાથે આ બાબતે ચર્ચા કર્યા બાદ કોઈ અંતિમ નિર્ણય લેશે. ગુજરાતમાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૪ એપ્રિલ હોવાથી આ બાબતે એક કે બે દિવસમાં નિર્ણય લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.

અહેમદ પટેલ હાલ ગુજરાત બેઠક પરથી રાજ્યસભામાં સાંસદ છે. અહેમદ પટેલ ત્રણ વખત ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ વર્ષ ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪માં ભરૂચ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.૧૯૮૯ પછી ભરૂચ બેઠક પરથી સતત બીજેપીના ઉમેદવાર ચૂંટાતા આવ્યા છે. હાલ આ બેઠક પરથી બીજેપીના મનસુખભાઈ વસાવા સાંસદ છે. તેઓ ભરૂચ બેઠક પર યોજાયેલી છેલ્લી પાંચ ચૂંટણી/પેટા-ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા છે. આ રીતે ભરૂચ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસ આ બેઠક પરથી અહેમદ પટેલને ઉતારીને ફાયદો ઉઠાવવા માંગે છે.

Here are a few more articles:
Read the Next Article