/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/Untitled-1-copy-11.jpg)
બોલિવુડની અભિનેત્રી બિપાશા બાસુ પ્રેગનેન્સી સમાચારના કારણે અવાર નવાર સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોની હેડ લાઈનમા આવતી હોઈ છે. ત્યારે આગામી એપ્રિલમા બિપાશા અને કરણના લગ્નને બે વર્ષ પુરા થશે. ત્યારે હાલમા જ બિપાશાને મુંબઈની એક હોસ્પિટલમા જોવા મળતા પ્રેગનેન્સીની અટકળો વધુ તેજ થઈ છે. જો કે બિપાશા પહેલેથી જ કઈ ચુકી છે કે તે 2 વર્ષ બાદ બેબી પ્લાન કરવાની છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/03/569358-bipasha-karan-bw.jpg)
ત્યારે હાલમા જ હમણા તેને આપેલા એક ચેનલના ઈન્ટરવ્યુમા જણાવ્યુ હતુ કે લગ્ન કરેલ મહિલાના જીવનમા બાળકનુ ખૂબ જ મહત્વ હોઈ છે. એક સ્ત્રીમા બન્યા બાદ જ સંપુર્ણ સ્ત્રી બનતી હોઈ છે. પરંતુ એક સ્ત્રીના જીવનમા બાળકની સાથો સાથ અન્ય પણ મહત્વની બાબતો હોઈ છે. ત્યારે હાલ હુ તે જ બાબતો પર મારૂ ધ્યાન કેન્દ્રીત કરવા માંગુ છુ. બિપાશા એ આપેલ ઈન્ટરવ્યુમા તેને જણાવ્યુ હતુ કે મને મારા પ્રેગનેન્સીને લઈ જે અફવા ઉડે છે તેનાથી હુ જરા પણ પરેશાન નથી. દરેક સેલેબ્રિટી એ પોતાના વિરૂધ્ધ ફેલાવવામા આવનાર અફવાઓ સામે લડવુ જોઈએ. બિપાશાએ જણાવ્યુ હતુ કે હુ આ બધી અફવાથી પરેશાન થયા વગર તેની સામે લડવામા માનુ છુ. હુ ખૂબજ સ્ટ્રેટ ફોર્વર્ડ છુ ત્યારે હુ તમામ બાબતો પર ખુલ્લીને જવાબ આપવામા માનુ છુ.
ઉલ્લેખનીય છે કે બિપાશાએ તેના આગામી શો વિશે પણ જણાવ્યુ હતુ જેમા તે પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કલર્સ ટેલિવિઝન પર એન્ટરટેન્મેન્ટ કી રાત એકશટેન્શન કી રાતમા નજર આવશે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/03/536181-bipasha-basu-karan-singh-grover-collage.jpg)