/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/IMG-20180409-WA0013.jpg)
નસવાડીની પરા પટેલ આમ તો ધોરણ 6 માં અભ્યાસ કરે છે. 10 વર્ષની આ દીકરીની આસ્થા નર્મદા પરિક્રમા કરવાની હતી તેણે 7 વર્ષની ઉમરમાં જ આ પરિક્રમા મણીનાગેશ્વર મંદીરથી ચાલુ કરી હતી. જે 16 કિમીની પરિક્રમાં તેને પૂર્ણ કરી હતી. સતત ચોથી વખત આ વર્ષે પણ આ પરિક્રમામાં ભાગ લઈ નર્મદા નદીનાં કઠિન પહાડી જંગલ વિસ્તારમાં થઈને પરિક્રમા પૂર્ણ કરી છે. ભારતમાં એકમાત્ર નર્મદા એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. નર્મદા પરિક્રમા ખાસ કરીને ચૈત્ર માસ માં અનેરું મહત્વ ધરાવે છે./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/04/IMG-20180409-WA0012-576x1024.jpg)
જ્ઞાન અને વિજ્ઞાનનાં યુગમાં પણ શ્રધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડે છે. જેમાં નસવાડીની 10 વર્ષની પરા પટેલે સતત ચોથી વખત 16 કિમીની નર્મદા પરિક્રમા માત્ર ૬ કલાકમાં પૂર્ણ કરી હતી. તેણે આ સિધ્ધિ થકી તેના માતા-પિતા અને સ્કુલ તેમજ નસવાડી ગામનું નામ રોશન કર્યું છે. પરાના માતા ડો મેઘા પટેલ અને પિતા ડો. રાહુલ પટેલ બન્ને તબીબી ક્ષેત્રે કાર્યરત છે.