/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-457.jpg)
સૂરતના ટ્યૂશન ક્લાસિસની ઘટના બન્યા બાદ તંત્રએ દોડાદોડીના મોટા તાયફા તો કર્યા, પણ તેમની નાક નીચે પણ આવી કેટલીય સરકારી શાળાઓમાં ગરીબ બાળકો ભણી રહ્યા છે, પણ તેની કોઇ દરકાર ન કરતું હોય તેવું લાગી રહ્યું છે.
આપ જે બાળકોને અભ્યાસ કરતા જોઇ રહ્યા છો, તે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને માતા-પિતાએ બાળકોને સરકારની દેખ-રેખમાં ભણવા તો મુખ્યા છે, પણ આ બાળકો કેવી રીતે ભણે છે, તે કદાચ આપના દ્રશ્યો જોઇને જ સમજાઈ જશે. કારણ કે, એક વર્ગખંડમાં ત્રણ ત્રણ અથવા તો તેની કરતા વધારે ધોરણના બાળકો ભણી રહ્યા છે, એક સાથે વર્ગખંડમાં ચાર-ચાર શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે, જે આપે કદાચ પહેલા ક્યારેય નહીં જોયું હોય, તે આપ મોડાસાના કસ્બા વિસ્તારની શાળાઓમાં જોઇ શકો છે. એટલું જ નહીં બાળકો ભણવાની સાથે સાથે બીજી બાજુ મધ્યાહન ભોજન પણ બની રહ્યું છે, જે ગેસની બોટલ પણ સતત ચાલુ જ રહે છે, ફાયર સેફ્ટીના નામે પણ વાત જ જવા દો સાહેબ. આવવા જવા માટેની પણ એક જ સિડી છે,અને તે પણ સાંકળી, જેમાં એક સાથે બેથી વધારે બાળકો માંડ માંડ ચઢી કે ઉતરી શકે. અને જો કોઇ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે.
વાત જાણે એમ છે કે, હાલ જે બાળકો આવી ખીચોખીચ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોટ વિસ્તારની સરકારી ઉર્દુ શાળાના છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળા નં.૫, ૬ અને ૭ની શાળા જર્જરીત થઇ ગઇ હોવાથી ત્રણ વર્ષ અગાઉ જમીનદોસ્ત કરવામાં આવી હતી. ત્રણ વર્ષ કરતા વધારે સમય વીતી ગયા હોવા છતાં હજુ ફાઉન્ડેશનનુ કામ પણ પુર્ણ કરવામાં આવ્યુ નથી, તેથી બાળકોને શહેરના વિવિધ મકાનો અથવા તો સંસ્થા સંચાલિત શાળાઓમાં વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે, જેને કારણે બાળકોની આવી અવદશા જોવા મળી રહી છે.
અવિરત વિકાસની વાતો કરનારા કર્તા-હર્તાઓ જરા આ બાળકો પર નજર તો લગાવો કે, ગરીબોના બાળકો કેવી પરિસ્થિતિમાં ભણી રહ્યા છે, એસી ઓફિસની ચાર કોટળીમાં બેસી રહીને જબાવો મંગાવ્યા કરતા, જાત માહિતી મળવનાની કોઇ તો તસ્તી લો, તો જ એનો ચિતાર મળી શકશે. જો કોઇ ઘટના ઘટે તો તંત્ર ઉભી પૂછળીએ ઘટનાસ્થળે દોડી આવે અને કહે કે, કોઇન બક્ષવામાં નહીં આવે. આવું ઘણું સાંભળીને કાન પાકી ગયા. હવે જરા આવી શાળાઓમાં જવાબદારીનું ડોકિયુ કરીને ચિંતા ક્યારે કરશો, તે એક સવાલ છે.