/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/SURAT-NURSING.jpg)
પુલવામાં થયેલા આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે. આતંકીઓના ઠેકાણા પર ભારતે બોમ્બબારી કરી આતંકીઓનો ખાત્મો કર્યો છે જેને લઈને દેશભરના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભરતીય સેનાની કાર્યવાહી પર લોકો ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી.
પુલવામાં આતંકી હુમલાનો ભારતે આજે બદલો લીધો છે. વાયુસેનાએ પોકમાં હુમલો કરી આતંકીઓના ઠેકાણા ઉડાવી દીધા છે ત્યારે દેશભરના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. દેશના તમામ નાગરિકની માંગ હતી કે પુલવામાં આતંકીઓના ઈટનો જવાબ પત્ત્થરથી આપવામાં આવે ત્યારે આજે ભારતીય સેનાએ જવાબ આપી દીધો છે. અંદાજીત ૨૦૦ થી ૩૦૦ આતંકવાદીઓનો ખાતમો ભારતીય સેનાએ કર્યો છે.
સુરતમાં આ કાર્યવાહીને લઈને લોકોમાં જોશ હાઈ જોવા મળી રહ્યો છે. સુરતમાં સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી. હાથમાં તિરંગો લઇ સ્ટાફે રેલી કાઢી હતી અને જણાવ્યું હતું કે આજે વાયુસેનાએ જે બદલો લીધો છે. તેનો ગર્વ છે અમે હમેશા ભારતીય સેના સાથે ઉભા છીએ.આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળવો જ જોઈએ.