/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/unnamed-3-5.jpg)
દક્ષિણ આફ્રિકા ખાતે યોજાઈ રહેલી ચાર દેશની વન - ડે ટુર્નામેન્ટમાં આયર્લેન્ડ સામેના મુકાબલા દરમિયાન ભારતની ઓપનર્સ દીપ્તિ શર્મા - પૂનમ રાઉતે ઇતિહાસ રચ્યો છે, દીપ્તિ શર્મા - પૂનમ રાઉતે પ્રથમ વિકેટ માટે 45.3 ઓવરમાં 320 રનની ભાગીદારી નિભાવી હતી, આ વિમેન્સ વન- ડે ક્રિકેટમાં કોઈ પણ વિકેટ માટેની શ્રેષ્ઠ ભાગીદારીનો આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
દીપ્તિ શર્માએ ૧૬૦ બોલમાં ૧૮૮ રન બનાવ્યા હતા. જેમાં ૨૭ બાઉન્ડ્રી-૨ સિક્સરનો સમાવેશ થયો હતો, પૂનમ રાઉતની ૧૧૬ બોલમાં ૧૦૯ રનની ઇનિંગ્સમાં ૧૧ બાઉન્ડ્રીનો સમાવેશ થયો હતો. બંનેની આ વિક્રમી ઇનિંગ્સની સહાયથી ભારતે ૫૦ ઓવરમાં ૩ વિકેટે ૩૫૮ રન બનાવ્યા હતા. જેની સામે આયર્લેન્ડની ટીમ ૪૦ ઓવરમાં ૧૦૯માં સમેટાઇ ગઇ હતી. ચાર દેશની આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અન્ય બે ટીમ છે.
દીપ્તિ શર્માએ વિમેન્સ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં બીજો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. વિમેન્સ વન-ડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર(૨૨૯)નો રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કને નામે છે.