New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-13.jpg)
નવસારી ટાટા હોલ ખાતે સુરત રેન્જ પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેન્જ આઇજી સમશેરસિંહની ઉપસ્થિતિમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી 10 બહેનોએ નવો રોજગાર અપનાવ્યો હતો.
નવસારી ટાટા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સુરતના રેન્જ આઇજી સમશેરસિંહ, વલસાડ પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને વલસાડ, નવસારી, ડાંગ અને વ્યારા જિલ્લામાં વિવિધ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારી મહિલાઓનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.
જ્યારે વલસાડ જિલ્લાની 10 બહેનોને દારૂના વ્યવસાય માંથી બહાર કાઢીને પોલીસ વિભાગ દ્વારા વેફરની કંપનીમાં નોકરી અપાવવામાં આવી હતી.
Latest Stories