આંધ્રપ્રદેશમાં વિવિધ જિલ્લાઓમાં વીજળી પડતાં ૧૪ લોકોના મોત

New Update
આંધ્રપ્રદેશમાં વિવિધ જિલ્લાઓમાં વીજળી પડતાં ૧૪ લોકોના મોત

આંધ્રપ્રદેશમાં વિવિધ જિલ્લાઓમાં વીજળી પડતાં ૧૪ લોકોના મોત થયા હતા. અર્થ નેટવર્કનો રિપોર્ટ ટાંકીને ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું ૧૩ જિલ્લામાં વીજળી પડી હતી જેમાં ૧૧ જિલ્લામાં આકાશમાંથી વીજળી સીધી જમીન પર ત્રાટકી હતી. પશ્ચિમ બંગાળમાં પણ વીજળી પડતા આઠના મોત થયા હતા. બીજી તરફ ઉત્તર ભારતમાં વાતાવરણ પલ્ટાયું હતું અને બપોરે ધૂળની આંધી ચઢતા અનેક સ્થળોએ બપોરે અંધકાર છવાઈ ગયો હતો.

publive-image

આંધ્રપ્રદેશના નેલ્લેર, પ્રકાશમ, શ્રીકાકુલા ગંતુર, બીજાનગર, ઇસ્ટ ગોદાવરી, ક્રિષ્ના વિશાખાપટ્ટનમ, ચિત્તુર ઉપરાંત ગોદાવરી અને કડપામાં વીજળી પડી હતી. વાતાવરણમાં એકાએક પલટો આવતા બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ સાથે મોજાં ઉછળ્યા હતા. તેને કારણે વીજળી પડી હતી. દરિયાના તોફાનમાં બે માછીમારો તણાઈ ગયા હતા અને પાંચ માછીમારો સાથેની બોટ લાપતા થઈ હતી.

પશ્ચિમ બંગાળમાં વીજળી પડતા આઠનાં મોત થયા હતા, મુર્શિદાબાદ, ખારગ્રામ, ભરતપુર અને કાલીગંજના વિસ્તારના લોકો વીજળીનો ભોગ બન્યા હતા. ૧૫૦ પરિવારોને અસર થઈ હતી. એક વ્યક્તિનું દિવાલ ધસી પડવાથી મોત થયું હતું. દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ સાથે ધૂળની આંધીને કારણે અંધારૂ છવાઈ ગયું હતું.

Latest Stories