આજથી ખેડૂતોની સજ્જડ હડતાળ, સામાન્ય જરૂરિયાતો પર થશે સીધી અસર

આજથી ખેડૂતોની સજ્જડ હડતાળ, સામાન્ય જરૂરિયાતો પર થશે સીધી અસર
New Update

આજથી દેશમાં બેન્કોની હડતાળ બાદ ખેડૂતો પોતાની માગણીને લઈને હડતાળ પર ઉતર્યા છે. દેશભરના ૨૨ રાજ્યોના ખેડૂતો પોતાની માગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આ આંદોલનના માટે દેશભરના ખેડૂતો એકજૂથ થઈ ગયા છે અને એલાન કર્યુ છે કે હડતાળ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાંથી ફળ, શાકભાજી, દૂધ અને અન્ય સામાન શહરો સુધી પહોંચવા દેશે નહીં. ખેડૂત સંગઠનોના નેતાઓનું કહેવું છે કે આ હડતાળ ૧૦ જૂન સુધી પ્રસ્તાવિત છે. જો સરકારે તેમની માગણીઓ ન સ્વીકારી તો આવનારા સમયમાં હડતાળ આગળ ખેંચાઈ શકે છે.

અગાઉ વર્ષ ૨૦૧૭માં થયેલા ખેડૂત આંદોલનથી પાઠ ભણીને પ્રશાસને પણ આ વખતે પૂરેપૂરી તૈયારીઓ કરી લીધી છે. જેની સૌથી વધુ અસર મધ્યપ્રદેશમાં જોવા મળવાની હોવાથી ત્યાંના આઈજી મકરંદ દેઉસ્કરે જણાવ્યું કે આંદોલનકારીઓને પહોંચી વળવા માટે પોલીસ તૈયાર છે. નક્કી કરાયેલા ૩૫ જિલ્લાઓમાં ૧૦ હજાર લાઠીઓ સાથે હેલમેટ, ચેસ્ટગાર્ડ ફાળવી દેવાયા છે. ૧૦૦ થી વધુ ચાર પૈડાવાળા પોલીસ વાહનોને મોકલી દેવાયા છે. સૌથી વધુ વાહન ઈન્દોર, રાજગઢમાં ૮-૮, મુરૈનામાં ૭, ભોપાલ, દતિયામાં ૬-૬, શિવપુરી, ગુના અને સતનામાં ૫-૫ વાહનો તહેનાત કરાયા છે.

ખેડૂતો આ રીતે કરશે આંદોલન

શરૂઆતમાં ખેડૂતો આજે ગ્રામીણ ક્ષેત્રોમાં ફળ, દૂધ, શાકભાજી તથા અન્ય જરૂરી સામાન ગ્રામીણ વિસ્તારોમાંથી શહેર તરફ મોકલવાનું બંધ કરી દેશે.

૬ જૂનના રોજ કેટલાક ખેડૂત સંગઠનો મંદસૌર ગોળીકાંડમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે.

૧૦ જૂન એટલે કે આંદોલનના છેલ્લા દિવસે ખેડૂતો સમગ્ર ભારતમાં બંધનું આહ્વાન કરશે.

શું છે ખેડૂતોની માગણી?

  • દેશના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે.
  • તમામ પાક પર ખર્ચના આધારે દોઢ ગણો ટેકાનો ભાવ વધારવામાં આવે.
  • નાના ખેડૂતો કે પછી અન્ય કોઈની જમીન પર ખેતી કરનારા ખેડૂતોની માસિક આવક નિર્ધારિત કરવામાં આવે.
#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article