/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/gold-coast-2018.jpg)
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં આજ રોજ ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે, જેમાં ૭૧ દેશોના આશરે ૪,૫૦૦ જેટલા ખેલાડીઓ તેમજ ઓફિસિઅલ્સને આવકારવાની સાથે રંગારંગ સેલિબ્રેશન યોજાશે.
ગોલ્ડ કોસ્ટમાં તારીખ ૧૫ એપ્રિલ સુધી ચાલનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ૨૨૧ જેટલા ખેલાડીઓ ૧૭ રમતોની કુલ ૨૧૮ જેટલી સ્પર્ધામાં ભાગ લેશે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન આજ રોજ ભારતીય સમય પ્રમાણે બપોર ૨.૩૦ વાગ્યાથી શરૃ થશે.
ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની જેમ કોમનવેલ્થ ગેમ્સમાં પણ રંગારંગ ઉદ્ઘાટન સમારંભની સાથેની સાથે ખેલાડીઓની પરેડ યોજાશે, જેમાં ભારતીય ટીમના નેતૃત્વની જવાબદારી રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પી.વી. સિંધુને સોંપવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ પાંચમી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાવા જઈ રહી છે. આ વખતની કોમનવેલ્થ ગેમ્સની ખાસિયત એ છે કે, પુરષ અને મહિલાઓ માટે એક સમાન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે મહિલાઓ માટેની સાત મેડલ્સ ઈવેન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં કુલ ૧૮ સ્પોર્ટસમાં ૨૭૫ ઈવેન્ટ્સ રમાશે.