આજે વડોદરામાં ભારત-ઓસી.ની મહિલા ટીમો વચ્ચે પ્રથમ વન-ડે

New Update
આજે વડોદરામાં ભારત-ઓસી.ની મહિલા ટીમો વચ્ચે પ્રથમ વન-ડે

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ સોમવારના આજ રોજ બરોડામાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની પ્રથમ વન ડે રમશે. આ સાથે મેન્સ ક્રિકેટમાં અમલમાં મૂકાયેલા નવા નિયમો ભારતની ભૂમિ પર સૌપ્રથમ વખત મહિલા ક્રિકેટમાં અમલી બનશે.

મેચ આજ રોજ સવારે ૯.૦૦ વાગ્યાથી વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. જોકે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમમાં કેપ્ટન મેગ લેનિંગની સાથે સાથે ઓલરાઉન્ડર એલીયસ પેરી, એલીસ વેલાની તેમજ વિકેટકિપર એલીસા હિલી જેવી હાઈ રેન્ક ખેલાડીઓ સામેલ છે, જેના કારણે ભારતીય ટીમની કસોટી થશે.

જ્યારે ભારતની ટીમમાં કેપ્ટન મિતાલીની સાથે સાથે હરમનપ્રીત કૌર, સ્મ્રિતિ મંધાના, વેદા ક્રિશ્નમૂર્તિ, પુનમ રાઉત, જેમીમા રોડ્રીગ્યુઝ, દિપ્તી શર્મા, એકતા બિસ્ત સહિતની ખેલાડીઓ છે. ભારતની મહિલા ટીમના કોચ તરીકે બરોડાના તુષાર અરોઠે છે. જેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યા છે.

Latest Stories