New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/377720-aadhaar.jpg)
આધાર કાર્ડને સરકારી યોજનાઓ સાથે જોડવાની અંતીમ તારીખ ૩૧મી માર્ચ હતી, જોકે હજુ પણ ઘણા લોકોએ આધારકાર્ડ કઢાવવાનું બાકી હોવાથી તેમજ લિંક કરવાનું રહી ગયુ હોવાથી આવા લોકોને સરકારે ત્રણ મહિનાની રાહત આપી છે.
હવેથી આગામી ૩૦મી જુન સુધીમાં આધારકાર્ડને સરકારી યોજનાઓ, મોબાઇલ વગેરે સાથે લિંક કરી લેવાનુ રહેશે. જોકે હવે ઇલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયે જારી કરેલા એક સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું કે હવેથી ૩૦મી જૂન સુધીમાં આધારને સરકારી યોજનાઓ સાથે લિંક કરી લેવાનું રહેશે.
Latest Stories