આમોદ તાલુકામાં ભાજપનો વિરોધ કરતા ગ્રામજનો

New Update
આમોદ તાલુકામાં ભાજપનો વિરોધ કરતા ગ્રામજનો

આમોદ તાલુકાનાં નિણમ ગામમાં BJP ગો બેકનાં બેનર લાગતા જંબુસર વિધાનસભાની ચુંટણીમાં રાજકીય ભૂકંપ સર્જાવા પામ્યો છે.

આમોદ તાલુકાનાં નાહીયેર ગામે ગ્રામજનોએ BJP ગો બેકનું બેનર લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે આમોદ તાલુકાનાં નિણમ ગામે પણ ગામનાં લોકોએ BJP ગો બેકનાં બેનર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ બાબતે ગ્રામજનોએ મિડીયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ગામનાં વિવિધ પ્રશ્નોને ભાજપે પસંદ કરેલા ઉમેદવારે છેલ્લા કેટલાય વર્ષોથી નિણમ ગામમાં કોઈ પણ પ્રકારનાં વિકાસનાં કાર્યો ન કરાયા હોવાના કારણે ગ્રામજનોએ BJP ગો બેકનું બેનર લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

Latest Stories