આમોદ નગર પાલિકા વિરોધ પક્ષનાં નેતાએ પદ પરથી આપ્યુ રાજીનામુ

New Update
આમોદ નગર પાલિકા વિરોધ પક્ષનાં નેતાએ પદ પરથી આપ્યુ રાજીનામુ

જંબુસર આમોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ધારાસભ્ય છત્રસિંહ મોરીનાં નામની જાહેરાત કરવામાં આવતા નગર પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતાએ નારાજગી વ્યક્ત કરીને પોતાનાં હોદ્દા પર થી રાજીનામુ આપી દીધુ હતુ.

જંબુસર આમોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્ય છત્રસિંહ મોરીની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, ત્યારે આમોદ નગર પાલિકાનાં વિરોધ પક્ષના નેતા વિરલ પટેલે છત્રસિંહ મોરીની ઉમેદવાર તરીકે પસંદગી થતા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

વિરલ પટેલે આમોદ નગર પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતા પદેથી ભાજપ શહેર પ્રમુખને પોતાનું રાજીનામુ આપી દીધુ હતુ.

Latest Stories