આમોદ મામલતદાર કચેરી ખાતે EVM અને VVPAT મશીનનું નિદર્શન યોજાયુ

New Update
આમોદ મામલતદાર કચેરી ખાતે EVM અને VVPAT મશીનનું નિદર્શન યોજાયુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત VVPAT મશીનનો ઉપયોગ થવા જઇ રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા EVM અને VVPAT મશીનમાં મતદાન કઈ રીતે થાય તે અંગેની જાણકારી અાપવા માટે આમોદ મામલતદાર કચેરી ખાતે બુધવારનાં રોજ VVPAT મશીનનું વિશેષ માર્ગદર્શન અાપવામાં અાવ્યુ હતુ.

ઉપરાંત મતદાતાઓ મતદાન પ્રત્યે જાગૃત થાય તેમજ વિધાનસભાની ચુંટણીમાં વઘુમાં વઘુ લોકો મતદાન કરી શકે તે હેતુસર આમોદ તાલુકાનાં દરેક ગામોમાં EVM તેમજ VVPAT નો ઉપયોગ કઇ રીતે કરાય તે અંગેની લોકોને માહિતી આપવામાં આવશે તેમ આમોદનાં મામલતદાર એમ.આઇ.મલીકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.

Latest Stories