આમોદમાં રહીશોએ પહેલા પાણી પછી વોટનાં બેનરો લગાવ્યા

આમોદમાં રહીશોએ પહેલા પાણી પછી વોટનાં બેનરો લગાવ્યા
New Update

આમોદ શહેરનાં મધ્યમાં આવેલ મોદી ઓઇલ મીલ નજીક વિસ્તારનાં લોકોને પાણી સમયસરનાં મળતા પાણી નહિં તો વોટ નહિંનું બેનર લગાડાતા રાજકીય આગેવાનોમાં દોડધામ મચી જવા પામી હતી.

publive-image

જયારે આ બાબતે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે જો પાણીનાં પ્રશ્નનો વહેલી તકે હલ નહિં કરાઈ તો કોઇ પણ પાર્ટીને મત આપવામાં આવશે નહિં તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આમોદ નગર પાલિકાનાં પ્રમુખ સાજીદભાઈ રાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રહીશો જે મિલકતમાં રહે છે તે એક માલિકીની મિલ્કત છે, અને એક જ માલિકીની મિલકત હોવાથી નગર પાલિકા દ્વારા તેમાં પાણીની પાઇપ લાઇન માલિકની પરવાનગી વગર નાખી શકાય નહિં તેમ જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article