New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/maxresdefault-57.jpg)
બિહાર આરજેડીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી, તેમના પતિની મિલ્કતોને આવક વેરા વિભાગે જપ્ત કરી છે. વધુમાં લાલુના દીકરા તેજસ્વીનીને પણ આઇટીએ સાણસામાં લીધો છે.
જાણવા મળ્યા મુજબ આવકરવેરા વિભાગે આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર સકંજો કસ્યો છે. બેનામી સંપત્તિ મામલે ફસાયેલી રાજ્યસભા સાંસદ મીસા ભારતી તેમના પતિ શૈલેષ કુમાર અને લાલુના દીકરા તેજસ્વી યાદવની બેનામી સંપત્તિને આવકવેરા વિભાગે સાણસામાં લીધી છે.
જાણવા મળ્યા મુજબ આવક વેરા વિભાગ દ્વારા બે પ્રોપર્ટીને અટેચ કરવામાં આવી છે. તેમાં એક ઘર અને દિલ્હી સ્થિત જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંદાજીત 1000 કરોડની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વધુમાં આઇટી વિભાગની આ કાર્યવાહી બાદ તેઓ મિલ્કતને વેચી કે ભાડે આપી શકશે નહિ.
Latest Stories