આવકવેરા વિભાગ દ્રારા 'આયકર સેતુ "એપ લોન્ચ કરાઈ

New Update
આવકવેરા વિભાગ દ્રારા 'આયકર સેતુ "એપ લોન્ચ કરાઈ

ઇન્કમટેક્સ વિભાગ દ્રારા લોકોને આયકર ભરવામાં સરળતા રહે તથા પાનકાર્ડ મેળવવા માટે ઝડપથી અરજી કરી શકાય કે પછી ટેક્સ સંબંધી કોઈપણ મુંઝવણોનો ઉકેલ જોઈતો હોય તો તેનો માટે અનોખી વ્યવસ્થા શરૂ કરી છે. ઇન્કમેટેક્સ વિભાગ દ્રારા આ તમામ કામગીરી માટે એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે.

આયકર સેતુ નામની એ એપ્લિકેશન દ્રારા ટેક્સને લગતી તમામ બાબતોનો ઉકેલ મેળવી શકશે. ટીડિએસ કપાત અંગે પણ પૂરતી માહિતી તેના દ્રારા મળી શકે છે. વ્યક્તિએ માત્ર આ એપની સાથે પોતાનો 12 આંકડાનો આધાર નંબર જોડવાનો રહેશે.

Latest Stories