ઇન્ડિયન બેડમિન્ટન સ્ટાર P.V. સિંધુ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં

New Update
ઇન્ડિયન બેડમિન્ટન સ્ટાર P.V. સિંધુ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી P.V. સિંધુએ સિંગાપુરના સિઓયુ લિયાંગને હરાવીને હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટને પણ આ મેચમાં ભારે પડકારોનો સામનો કરવો પડયો હતો જેમાં તેણે 21-17 ,21-23 અને 21-18 થી જીત મેળવી હતી.

મેચના શરૂઆતી તબક્કે સિંધુ 3 પોઇન્ટ પાછળ હતી.પાછળથી 8-8 ની બરોબરી કરી હતી.

બીજી મેચમાં બંને પુરજોશમાં હતા જેમાં લિયાંગે સારી શરૂઆત સાથે 3-0 થી આગળ હતી પરંતુ સિંધુએ પછીથી ટૂંક સમયમાં જ પોઇન્ટ માં સમાનતા મેળવી હતી.

એક તબક્કે સિંધુ ત્રીજા સેટમાં 14-7 થી પાછળ હતી તેમ છતાં હિંમત થી પછીથી એક શાનદાર પરફોર્મન્સ સાથે તેણે 15-15 ની બરોબરી કરી હતી. અને 6 પોઇન્ટ કરીને 21-18 થી લિયાંગને હરાવીને મેચ જીતી હતી.

આ જીતની સાથે તેણે હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ ની સેમી ફાઇનલ માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતુ, આ જીત પછી તે ખુશ અને હળવા મૂડમાં જણાતી હતી.

Latest Stories