ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ

New Update
ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ

ઇસરોના ચંદ્ર પર ભારતના બીજા મિશન ચંદ્રયાન-2ના પ્રક્ષેપણને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સફળ પ્રક્ષેપણની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે અને તમામ ઉપકરણોની તપાસનું કામ પણ પૂર્ણ થઇ ચૂક્યું છે. ચંદ્રયાનનું પ્રક્ષેપણ 15 જૂલાઇના રોજ સવારે બે વાગ્યાના 51 મિનિટ પર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે. ચંદ્રયાન છ સપ્ટેમ્બરના રોજ ચંદ્રની ધરતી પર પહોંચે તેવી સંભાવના છે.

આ મિશન માટે જીએસએલવી માર્ક-3 રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. ઇસરોએ કહ્યું કે, આ મિશન માટે રિહર્સલ શુક્રવારે પુરુ થઇ ચૂક્યું છે. આ મિશનનો હેતુ ચંદ્રમા પર પાણીની માત્રાનો અંદાજ લગાવવાનો છે, તેની જમીન, ખનીજો, રસાયણો અને તેના વિતરણનો અભ્યાસ કરવો અને ચંદ્રના બહારના વાતાવરણનું વિશ્લેષણ કરવાનો છે.

નોંધનીય છે કે ચંદ્ર પર ભારતનું પ્રથમ મિશન ચંદ્રયાન-1એ ત્યાં પાણીની હાજરીની પુષ્ટી કરી હતી. આ મિશનમાં ચંદ્રયાનની સાથે કુલ 13 સ્વદેશી પે-લોડ યાન વૈજ્ઞાનિક ઉપકરણો મોકલી રહ્યા છે. તેમાં વિવિધ પ્રકારના કેમેરા, સ્પેક્ટ્રોમીટર, રડાર, પ્રોબ અને સિસ્મોમીટર સામેલ છે.

ભારતનું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરશે અને સોફ્ટ લેન્ટિંગ કરશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર અત્યાર સુધી દુનિયાના કોઇ પણ દેશનું ચંદ્રયાન ઉતર્યું નથી. ચંદ્રયાનના ત્રણ હિસ્સા છે. ઓર્બિટર ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઉંચાઇની કક્ષામાં ચક્કર લગાવશે. ત્યારપછી લેન્ડર ઓર્બિટરથી અલગ થશે અને 4 દિવસ ચંદ્રના ચક્કર કાપશે. 30 કિમીના અંતરે પહોંચશે તો 15 મિનિટમાં ચંદ્ર પર લેન્ડ કરશે. પ્રજ્ઞાન નામનું રોવર લેન્ડરથી અલગ થઇને 50 મીટરના અંતરેથી ચંદ્રમાની સપાટી પરની તસવીરો ક્લિક કરશે.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે દહેજ રોડ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી, રૂ.1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ

New Update
IMG-20250824-WA0171
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલ ટ્રક નંબર GJ-38-TA-2176 માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે.
જેના આધારે દરોડા પાડતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવ્યો ન હતો અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ હતો નહીં જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેંક કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂપિયા ૮૫,૮૭,૪૦૦/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી જેસારામ  વિશનારામ જાટે જણાવ્યું હતું કે  રાહુલ નામના વ્યક્તિએ દહેરાદુન (ઉત્તરાખંડ)થી દારૂ ભરાવી આપેલ અને મુસાફરી દરમ્યાન સંપર્કમાં રહયો હતો દરમ્યાન દહેજ જતા રોડ ઉપર ટ્રક ઉભી રાખવા જણાવ્યું હતુ અને આગળ વડોદરા જવાની સુચના હતી. આ મામલામાં પોલીસે દારૂ અને ટ્રક મળી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories