New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/pslv-lead1.jpg)
ભારતીય અંતરિક્ષ ક્ષેત્રે ઇસરો દ્વારા ફરી એકવાર મહત્વની સફળતા મેળવવામાં આવી છે. ભારતના મુખ્ય પ્રક્ષેપણ યાન PSLVએ હવામાન માટેનો ઉપગ્રહ સ્કેટસેટ-1 તેમજ અન્ય દેશોના ઉપગ્રહ સહિત કુલ આઠ ઉપગ્રહ સાથે અવકાશ તરફ ઉડ્ડયન કર્યું હતું.
ઉપગ્રહોના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇસરોને તેના કાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/09/Untitled-3-300x174.jpg)
પ્રક્ષેપણ યાન PSLVની આ 2 કલાક અને 15 મિનિટનું સૌથી લાંબુ ઉડ્ડયન છે. તે સૌપ્રથમવાર ઉપગ્રહોને અલગ-અલગ કક્ષાઓમાં પ્રસ્થાપિત કરશે. જેમાં મુંબઇ આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ સેટેલાઇટનો પણ સમાવેશ થાય છે.
PSLV- C35એ સોમવારે સવારે 9:12 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી આઠ ઉપગ્રહો સાથે ઉડ્ડયન કર્યું હતું.
Latest Stories