ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ 23મી એપ્રિલે લેવાશે

ગુજકેટની પરીક્ષા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે 
New Update

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા માટે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે.જે મુજબ 23મી એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે.ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ એ,બી અને એબી એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ આપી શકશે.

રાજ્ય સરકારે ગત વર્ષથી ઈજનેરી અને ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લાગુ કરી દીધી છે. ત્યારે આ વર્ષે 23મી એપ્રિલ ગુજકેટ લેવાશે. સવારે 10 થી 6 દરમિયાન રાજ્યના વિવિધ જીલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે.એ,બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ચાર વિષયમાં પરીક્ષા લેવાશે.

જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું સંયુક્ત પેપર હશે જેમાં બંને વિષયનાં 40-40 પ્રશ્નો 40-40 ગુણનાં હશે અને કુલ મળીને 80 પ્રશ્નો સાથેનું 80 ગુણનું પેપર હશે.જ્યારે બાયોલોજી અને મેથ્સનું પેપર અલગ હશે જેમાં પણ 40-40 પ્રશ્નો રહેશે અને જેના ગુણ પણ 40-40 રહેશે.

ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પરીક્ષા લેવાશે.ધો.12નાં અભ્યાસક્રમ આધારીત ગુજકેટનો અભ્યાસક્રમ રહેશે.તમામ પ્રશ્નો એમસીક્યુ આધારીત હશે ગત વર્ષે સેમેસ્ટર આધારીત છેલ્લી ધો.12ની પરીક્ષા હોય આ વર્ષે ધો.12નાં એક વર્ષના અભ્યાસક્રમ આધારીત એન્યુઅલ પેટર્ન પ્રમાણે લેવાનારી પરીક્ષા બાદની પ્રથમ ગુજકેટ હશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article