/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/1487697122-0803.jpg)
ભારત ચીન પછી સૌથી વધારે ઈન્ટરનેટ યુઝર્સ ધરાવનાર દેશ બન્યો હોવા છતાં સ્પીડ બાબતે હજુ પણ એશિયાના કેટલાક દેશો કરતાં ભારત પાછળ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) ત્રણ કમ્યુનિકેશન ઉપગ્રહનું અંતરીક્ષમાં લોન્ચ કરનાર છે.આ લોન્ચથી હાઈ-સ્પીડ ઈન્ટનેટ યુગનો આરંભ કરવામાં આવશે.
ઇસરોના ચેરમેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ટૂંક સમયમાં અમે ત્રણ કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાના છે, જેમાં જૂનમાં જીસેટ-19 લોન્ચ કરાશે,અને તેના પછી જીસેટ-11 અને જીસેટ-20 લોન્ચ કરાશે, જીસેટ-19નું આગામી પેઢીને લોન્ચ વ્હીકલ જીએસએલવીએમકે-2 દ્વારા પ્રક્ષેપણ કરાશે,તેમને કહ્યું હતું કે આ ઉપગ્રહ મલ્ટિપલ સ્પોટ બીમ (હાઈ ફ્રિકવન્સી પર કાર્યશીલ ખાસ પ્રકારનું ટ્રાન્સપોન્ડર) પર કામગીરી બજાવશે. તેનાથી ઈન્ટરનેટ સ્પીડ અને ક્નેક્ટિવિટીમાં વધારો થશે,સ્પોટ બીમ સેટેલાઈટ સિગ્નલ હોય છે તેનો ઉપયોગ પૃથ્વી પરના મર્યાદીત વિસ્તારને આવરી લેવા માટે કરાય છે. આ બિમ જેટલા સંકુચિત હશે તેટલા વધારે શક્તિશાળી હોય છે.
ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિયેશન ઓફ ઈન્ડિયાના અનુસાર મુજબ જૂન સુધીમાં દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 45 થી 46.5 કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. જોકે અમેરિકાની એક ક્લાઉટ સર્વિસ પ્રોવાઈડર કંપનીના અહેવાલમાં જણાવ્યુ હતુ કે ફક્ત 4.1 એમબીપીએસની સરેરાશ કનેકશન સ્પીડ સાથે ભારતને ઝડપી ઈન્ટરનેટ કનેકશન સ્પીડની યાદીમાં 105મું સ્થાન છે.