ઈસરો દ્વારા સૌથી શક્તિશાળી સેટેલાઇટ લોન્ચની સાથે ભારતમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ યુગનો થશે પ્રારંભ

New Update
ઈસરો દ્વારા સૌથી શક્તિશાળી સેટેલાઇટ લોન્ચની સાથે ભારતમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ યુગનો થશે પ્રારંભ

ઈસરો દ્વારા તારીખ 5મી જુનની સાંજે શક્તિશાળી સેટેલાઇટ GSLV માર્ક-3 ડી-1ને સફળતા પૂર્વક છોડવામાં આવ્યું હતુ.

આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી ઈસરો દ્વારા શક્તિશાળી સેટેલાઇટ GSLV માર્ક-3 ડી-1ને છોડવામાં આવ્યું હતુ. અને તેની સાથેજ ભારતનું સૌથી ભારે 3136 કિલો વજનનું કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT- 19 પણ છે, આ સેટેલાઈટના લોન્ચિંગ બાદ ભારતમાં આવનાર સમયમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ યુગનો પ્રારંભ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ઈસરો દ્વારા અવકાશમાં માણસને મોકલવા માટેનું સ્પેસ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, ભારતનું આ સ્વપ્ન પણ જલ્દી પૂરું થાય તેવા પ્રયત્નો ઈસરો દ્વારા કરવામાં આવી રહ્યા છે.