ઈસરો સૌથી શક્તિશાળી ગેમ ચેન્જર રોકેટ જૂનમાં લોન્સ કરશે

New Update
ઈસરો સૌથી શક્તિશાળી ગેમ ચેન્જર રોકેટ જૂનમાં લોન્સ કરશે

ભારતીય સંશોધન સંસ્થા ઈસરો આવતા મહિને તેમાં સૌથી શક્તિશાળી રોકેટને છોડવાનું આયોજન કરી રહ્યું છે, આ રોકેટ 4 ટન જેટલા ઉપગ્રહને અવકાશમાં મોકલવામાં આવશે અને એને એક ગેમ ચેન્જર રોકેટ ગણાવવામાં આવ્યું છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઇઝેશન ગઈકાલે જણાવ્યું હતું કે એ આશા રાખીયે છીએ કે તે જીયોસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહીકલ (GSLV) માર્ક - 3ને જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરશે, જો આ રોકેટનું લોન્ચિંગ સફળ રહેશે, તો અવકાશ કાર્યક્રમમાં દેશને સ્વનિર્ભર બનાવવાની દિશામાં એક વધુ પગલું હશે, ઈસરો હાલમાં તેમાં પોતાના રોકેટ વડે વધુમાં વધુ 2.2 ટન જેટલા વજનના ઉપગ્રહ જેવા પે - લોડને અવકાશમાં ચડાવવાની ક્ષમતા ધરાવે છે, આના કરતા વધારે વજનવાળો ઉપગ્રહ ચડાવવો હોય તો તેણે વિદેશી લોન્ચિંગ સવલત પર આધાર રાખવો પડતો હતો, પણ જીએસએલવી - માર્ક 3 રોકેટ 4 ટન જેટલા વજનના ઉપગ્રહને પણ અવકાશમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

ઇસરોના અધિકારી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ રોકેટ કાર્યરત થઈ જાય તેને ઈસરો એક ગેમ ચેન્જર તરીકે જુએ છે, આ નવા રોકેટમાં ઇલેક્ટ્રિકલ પ્રોપલઝન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તથા સ્વદેશી બસ બાર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઈસરો આ રોકેટને એક ગેમચેન્જર તરીકે જુએ છે.

Latest Stories