ઈસરોએ નેવિગેશ સેટેલાઈટ (IRNSS-1I)ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો 

New Update
ઈસરોએ નેવિગેશ સેટેલાઈટ (IRNSS-1I)ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો 

ઈસરોએ ગુરુવારે સવારે પોતાના નેવિગેશ સેટેલાઈટ (IRNSS-1I)ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. સ્વદેશી ટેકનિક પર બનેલો આઈઆરએનએસએસ-1I સેટેલાઈટને PSLV-C41 રોકેટ દ્વારા લોન્ચ કર્યો હતો.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટમાં સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી સવારે 4 વાગે IRNSS-1Iને ગુરુવારે ફર્સ્ટ લોન્ચ પેડ PSLV-C41 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આઈઆરએનએસએસ-1I ને આઈઆરએએસએસ-1એચ સેટેલાઈટની જગ્યાએ છોડવામાં આવ્યો છે, જેનું લોન્ચિંગ અસફળ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 29 માર્ચના રોજ સંચાર લિમિટેડ GSAT-6Aથી સંપર્ક તૂટી ગયો હતો, જે વૈજ્ઞાનિકોની સાથે સાથે સશસ્ત્ર સેનાઓ માટે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે ઈસરોએ સ્વદેશી ટેકનિક પર નિર્મિત આઈઆરએનએસએસ-1I સેટેલાઈટનું સફળતાપૂર્વક લોન્ચ કરીને ગત અસફળતાને પાર કરી લીધી છે.

આઈઆરએનએસએસ એટલે કે ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ, ઈસરો દ્વારા વિકસિત સિસ્ટમ છે, જે સ્વદેશી ટેકનિક પર આધારિત છે. તેનો મુખ્ય હેતુ દેશ અને તેની સીમાથી 1500 કિલોમીટરના દૂરના હિસ્સામાં તેની ઉપયોગકર્તાને યોગ્ય માહિતી આપવાનું છે.

5- IRNSS-1I ઈસોરની નાવિક પ્રણાલીનો હિસ્સો હશે. આ સેટેલાઈટ મેપ તૈયાર કરવા, સમયની યોગ્ય માહિતી મેળવવા, નેવિગેશનની સમગ્ર જાણકારી, સમુદ્રી નેવિગેશન ઉપરાંત સૈન્ય ક્ષેત્રમાં પણ સહાયતા કરશે.

Latest Stories