ઉકળાટમાં ઘરને "કુલ" રાખવાના ઉપાય

ઉકળાટમાં ઘરને "કુલ" રાખવાના ઉપાય
New Update

થોડાક દિવસો થી ગરમી પ્રમાણ વધુ ગયા હોવાથી ઘરમાં પણ ગરમીના કારણે બફાળો મારતો હોય છે તો જાણો ધરને કુલ રાખવા માટે શું કરવું જોઈએ ?

ઘરની અંદર હળવો રંગ વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ કરે છે, ઘરની બહારની ભીંતો પર સફેદ અથવા રિફલેકિટવ પેન્ટ કરાવવાથી પણ ઘર ઠંડુ રહે છે. રિફલેકિટવ કલર સૂર્યના કિરણોને બાહ્ય વાતાવરણમાં પરત મોકલી દે છે, તેવી જ રીતે ઈંટોની દિવાલ પર ચૂનો ભરાવવાથી કે પોલીશ કરાવવાથી પણ દીવાલો ટાઢી રહે છે, જો ઘરની આસપાસ નાનકડો ઉધાન કે થોડા છોડા વાવેલા હોય તો ઘરનું વાતાવરણ કુદરતી રીતે ટાઢું રહે છે.

ઘરમાં શક્ય બને ત્યાં સુધી સીએફએલ લાઇટનો ઉપયોગ કરવો, આ લાઇટમાં પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો હોવા છતાં વીજળી ઓછી ખપે છે, પરિણામે ગરમી ઓછી પેદા થાય છે, બપોરના સમયે ઘરમાં તડકો તેમજ ગરમ હવા ન આવે એટલા માટે બારી દરવાજા બંધ રાખો.

ઘરમાં ઓરડાઓમાં ઇન્ડોર પ્લાન્સટ લગાવવા એ પણ ગરમીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે, આ છોડવા ઘરને સુંદર બનાવવા સાથે ઠંડુ પણ રાખે છે, એસી, ટીવી, ફ્રીઝ વોશિંગ,મશીન કે પછી ગરમી પેદા કરતા અન્ય ઉપકરણો પાસે ગરમી પેદા કરતા અન્ય ઉપકરણો પાસે તેમજ ઘરના ખૂણાઓમાં નાના નાના છોડના કુંડા રાખવાથી પણ ઘરમાં ટાઠક રહે છે .

#લેખ
Here are a few more articles:
Read the Next Article