ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનાં કારણે  500 થી વધુ ફલાઈટ અને 400 ટ્રેનોને અસર

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનાં કારણે  500 થી વધુ ફલાઈટ અને 400 ટ્રેનોને અસર
New Update

ઉત્તર ભારતનાં પર્વતીય પ્રદેશોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા વિમાન તેમજ રેલ-રોડ વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચુ ગયુ હતુ. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તેમજ દિલ્હીના લોકોએ નવા વર્ષની પ્રથમ દિવસ ગાઢ ધુમ્મસમાં ગાળ્યો હતો. ધુમ્મસને કારણે 400 ટ્રેનો મોડી પડી હતી અને 15 ટ્રેનો રદ કરી હતી. 500 થી વધુ ફલાઈટને અસર થઈ હતી.

જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં સિઝનનું સૌથી નીચું માઈનસ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લદ્દાખના લેહમાં માઈનસ 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાઝીમુંડમાં માઈનસ 3.4, કોકરનાગમાં માઈનસ 2.4 અને કુપવાડામાં માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયા હતા.

publive-image

હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસ 14 થી 20 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. મોટાભાગના જળાશયો થીજી ગયા હતા. પાટનગર દિલ્હીમાં લઘુતમ તાપમાન 5.7 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના એરપોર્ટ પર ધુમ્મસ છવાઈ જતાં લગભગ 265 સ્થાનિક અને 67 આંતરરાષ્ટ્રીય ફલાઈટ મોડી પડી હતી.

સવારે 7.30 થી 9.30 સુધીમાં એક પણ ફલાઈટ ઉપડી શકી નહોતી. પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડીને પગલે જનજીવન ઠપ થઈ ગયું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું. હરિયાણાના હિસારમાં 1.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નારનોલમાં 3.6, લિરસામાં 5.8, કરનાલમાં 8.4 અને ભિવાનીમાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયા હતા.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article