New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/journalist-navin-gupta.jpg)
ઉત્તરપ્રદેશનાં કાનપુરનાં બિલ્હૌરમાં ગુરૂવારની સાંજે પત્રકાર નવીન ગુપ્તાની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ બાઇક પર આવેલા હુમલાખોરોએ નવીન ગુપ્તા પર ગોળીબાર કર્યો હતો.એક દૈનિક અખબારમાં નવીન ગુપ્તા કામ કરતા હતા.
નવીન ગુપ્તાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતી વખતે તેઓનું અવસાન થયું હતુ.ઘટના અંગે પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સીએમ યોગીએ પણ ઘટના તપાસનાં આદેશો આપ્યા હતા.
Latest Stories