ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરે જ કેટલાક એવા દેશી પીણા પીવા જોઇએ કે જેથી બહાર નિકળતા આપને લૂ ન લાગે.
સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા માટે લીંબુના રસને સંચળવાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો બપોરે ગરમીમાં બહાર રહેવાથી લૂ નથી લાગતી. લીંબુના એટલા બધા ફાયદા છે જેટલા તમે વિચારી પણ નહીં શકો. લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે.
લીંબુનો ઉપયોગ ઔષધીના રૂપમાં સદીઓથી કરવામાં આવે છે. શરબત અને સલાડમાં તો તેનો ઉપયોગ થાય જ છે, પણ સાથે સાથે લીંબુ અનેક રીતે કારગર સાબિત થયું છે.
ઉનાળાની શરૂઆત સવાર થતા જ સખત તડકો અને ગરમ હવાઓ ચાલવા લાગે છે કે જેથી લોકોમાં હીટ સ્ટ્રોકનો ખતરો વધી રહ્યો છો. જો માણસ વધુ વાર સુધી સૂર્યનાં સંપર્કમેં રહે, તો તેને માથાનો દુઃખાવો, ચક્કર, થાક અને નબળાઈ જેવા અનુભવો થવા લાગે છે. આ જ લક્ષણો મોટા થઈ હીટ સ્ટ્રોક બની જાય છે. ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરે જ કેટલાક એવા દેશી પીણા પીઓ કે જેથી બહાર નિકળતા આપને લૂ ન લાગે.
લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઉનાળામાં લૂથી બચવા માટે લીંબુનો રસ અને સંચળ પાણીમાં મિક્સ કરીને પીવાથી રાહત મળે છે.