ઉન્નાવ ગેંગરેપમાં ધારાસભ્ય સેંગરની CBIએ વહેલી સવારે ધરપકડ કરી 

New Update
ઉન્નાવ ગેંગરેપમાં ધારાસભ્ય સેંગરની CBIએ વહેલી સવારે ધરપકડ કરી 

ઉન્નાવ ગેંગરેપ કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સીબીઆઈ તપાસની અનુશંસા કર્યા બાદ સીબીઆઈના અધિકારીઓએ મુખ્ય આરોપી અને બાંગરમઉ સીટના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને શુક્રવાર વહેલી સવારે તેની ધરપકડ કરી હતી. કહેવાય છે કે કુલદીપ સેંગરને તેમના લખનઉ સ્થિત ઘરેથી સવારે લગભગ 4:30એ કસ્ટડીમાં લેવાયા છે. સીબીઆઈના અધિકારી ગેંગરેપના આરોપી ભાજપ ધારાસભ્યને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે કસ્ટડીમાં લીધા કુલદીપ સેંગરને રાજધાનીના હજરતગંજ વિસ્તારમાં આવેલ સીબીઆઈની ઓફિસે લઇ જવાયા છે. સૂત્રોનું માનીએ તો સીબીઆઈ શુક્રવારની સવારે કુલદીપ સેંગરને સ્થાનિક કોર્ટમાં હાજર કરી તેમને રિમાન્ડ પર મોકલવાની માંગણી કરી શકે છે. જો કે હજુ સુધી એજન્સીની તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Latest Stories