New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/8_1502819029.jpg)
સુરતથી નવસારીનાં ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવેલા પાંચ યુવકો ભરતીનાં પાણીમાં તણાયા હતા, અને મોતને ભેટ્યા હતા.
તારીખ 15મી ઓગષ્ટ અને જન્માષ્ટમીની રજાઓમાં સુરત થી પાંચ યુવકો ફરવા માટે નવસારીના ઉભરાટ ખાતે આવ્યા હતા, જ્યાં દરિયામાં ન્હાતી વખતે અચાનક દરિયાની ભરતીનાં તોફાની પાણીમાં પાંચેય તણાયા હતા. અને દરિયામાં ડૂબી જવાથી તમામ કરુણ મોતને ભેટ્યા હતા.
દરિયાના પાણીમાં લાપતા બનેલા પાંચેય યુવકોની લાશને શોધવા માટે મરિન પોલીસના તરવૈયા સાથે નવસારી નગર પાલિકાનાં ફાયર બ્રિગેડનાં જવાનોએ ભારે શોધખોળ કરતા તારીખ 16મીનાં રોજ પાંચેય યુવકોનાં મૃતદેહ મળી આવ્યા હતા.
Latest Stories