‘એ દિલ હૈ મુશ્કિલ’ની રીલિઝ અંગે રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે કરણ જોહરની ટીમ

New Update
‘એ દિલ હૈ મુશ્કિલ’ની રીલિઝ અંગે રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે કરણ જોહરની ટીમ

કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈં મુશ્કિલની રીલીઝ અંગે કરણ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા થિયેટરમાં ફિલ્મનો વિરોધ કરવાની ધમકી આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જણાવ્યું હતું કે આ ફિલ્મને થિયેટરમાં ચાલવા દેવામાં નહી આવે. કરણ જોહર સાથે મુકેશ ભટ્ટ અને સિદ્ધાર્થ રોય કપૂર પણ ગૃહમંત્રીની મુલાકાત લેશે.

જોકે, મહેશ ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે ગૃહમંત્રી સાથે મુલાકાત કરનાર પ્રતિનિધી મંડળ સાથે કરણ જોહર નહી હોય. તેમણે જણાવ્યું હતું કે ધર્મા પ્રોડક્શનના અપૂર્વ મહેતા અને ફોકસ સ્ટારના વિજયસિંહ રાજનાથસિંહ સાથે મુલાકાત કરશે. જોકે, અગાઉ કરણ જોહર પણ રાજનાથસિંહને મળવાના છે તેવા સમાચારો હતા.

ઉલ્લેખનીય છે કે ઉરીમાં 18 ભારતીય જવાનો શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી ગયા છે. ત્યારે મહારાષ્ટ્રમાં મનસે જેવી રાજનૈતિક પાર્ટી અને ફિલ્મ-સિનેમા સાથે જોડાયેલા કેટલાક એસોસિએશને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની માંગણી કરી હતી.

Latest Stories