એમ્સ્ટડર્મની કડકડતી ઠંડીમાં રાહત માટે SRKને તેના ચાહકે મોકલ્યું લેધર જેકેટ

New Update
એમ્સ્ટડર્મની કડકડતી ઠંડીમાં રાહત માટે SRKને તેના ચાહકે મોકલ્યું લેધર જેકેટ

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન હાલમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'ધ રિંગ' માટે એમ્સ્ટડર્મમાં શૂટિંગ કરી રહ્યા છે. અહીંની કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે એસઆરકેને તેના ફેને લેધરનું જેકેટ ગિફ્ટ કર્યું છે.

શાહરૂખે મંગળવારે પોતાના ફોટો ટ્વિટર પર શેર કરીને લખ્યું હતું કે એમ્સ્ટડર્મની કાતિલ ઠંડી રાતમાં શૂટીંગ કરવું પડે છે. તેમજ તેમણે પોતાના ફેન્સને ઉદ્દેશીને છોકરીઓને હુંફાળો હગ અને છોકરાઓને લેધરનું જેકેટ મોકલવા માટે કહ્યું હતું.

1-5

આ ફિલ્મમાં શાહરૂખ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે કામ કરી રહ્યા છે. આ અગાઉ પણ આ જોડીએ બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જેમાં 'રબને બના દી જોડી' અને 'જબ તક હૈં જાન'નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં શાહરૂખ પ્રથમવાર ઇમ્તિયાઝ અલી સાથે કામ કરી રહ્યા છે.

Latest Stories