New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/metro-3-dmrc.jpg)
દિલ્હીને ઓક્ટોબરમાં પ્રથમ ડ્રાઈવર રહિત મેટ્રો મળી જશે. આ ટ્રેન મૈંજેંટા લાઈન પર ચાલશે, જે જનકપુરી વેસ્ટ થી કાલિંદી કુંજ સુધી છે. આ લાઈન 38 કિલોમીટર લાંબી છે અને નોઈડાના બોટેનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન થી જોડવામાં આવશે.
ડીએમઆરસી અધિકારીએ મિડીયાને જણાવ્યા મુજબ ફેસ 3 પર કાલકાજી અને બોટેનિકલ ગાર્ડન જનકપુરી વેસ્ટ થી ટર્મિનલ 1 - આઈજીઆઈ પર ટ્રાયલ રન જારી કરવામાં આવ્યો છે,અધિકારી મુજબ આ લાઈનોને ખુલ્લી મુકવા માટે ઓક્ટોબર 2017 થી માર્ચ 2018ની વચ્ચે છે,માર્ચ 2018 સુધી ડીએમઆરસી ફેંસ 3 સુધી નેટવર્ક વધારવાનો વિચાર કરી રહ્યા છે,જેમાં ખાલી મૈંજેંટા નહીં પણ પિન્ક લાઈન( મજલિસ પાર્ક - શિવ વિહાર) ને પણ સમાવેશ કરવામાં આવશે.
Latest Stories