કચ્છના રાપર તાલુકાના બાલાસર ગામે સર્જાઇ પાણીની વિકટ સમસ્યા

કચ્છના રાપર તાલુકાના બાલાસર ગામે સર્જાઇ પાણીની વિકટ સમસ્યા
New Update

કચ્છના રાપર તાલુકાના બાલાસર ગામે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. અહીંથી નર્મદાની કેનાલ પસાર થતી હોવા છતા ગ્રામજનોને ૧૦ થી ૧૫ દિવસે પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે છતે પાણીએ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.

કચ્છના રાપર તાલુકામાં સરહદને અડકીને આવેલુ બાલાસર ગામ.ગામની વસ્તી ૪૦૦૦ ની છે અને ગામમાં ૧૦૦૦ પશુઓ વસવાટ કરે છે.સરકાર નર્મદા કેનાલ મારફતે કચ્છમાં પાણી પહોંચાડે છે રાપર કચ્છનું પ્રવેશદ્વાર છે. અહીંથી જ નર્મદાની પાણીની કેનાલ પસાર થાય છે. તો પણ ગ્રામજનો પાણી માટે વલખા મારે છે.કચ્છના અમુક તાલુકાઓમાં પાણી ન હોવાથી લોકોને મળતું નથી જ્યારે આ ગામમાં તો પાણી છે.

પણ લોકોને અપાતું નથી.ગામની ભાગોળે ૪૦ લાખ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા વાળો પાણીનો ટાંકો પણ આવેલો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ,પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની અણઆવડત કહો કે મનમાની તેમના કારણે ગામને ૧૦ થી ૧૫ દિવસે એકવાર પાણી મળે છે.બાકી તો ગામમાં ટેન્કર રાજ છે.અહીં નજીકમાં સુવઈ ડેમ આવેલો છે જે પાણીથી ભરાયેલો છે ત્યાંથી પણ પાણી પહોંચાડવામાં આવતું નથી.પાણી વિના છેવાડામાં વસતો માનવી જાય તો જાય ક્યાં એ સવાલ પણ ઉભો થયો છે.ગામમાં પાણી વિતરણ વ્યવસ્થા સુધારવામાં આવે તેવી સ્થાનીકો માંગ કરી રહ્યા છે.

Here are a few more articles:
Read the Next Article