New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/PW-F8.jpg)
દિવાળીના પ્રકાશમય પર્વની ઉજવણી ના ભાગ રૂપે કનેક્ટ ગુજરાતે પણ આ તહેવારને ખાસ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને દિવાળીના તહેવાર પ્રસંગે માતૃવંદનાની સુવાસ પ્રસરાવવામાં આવશે.
જેમાં કનેક્ટ ગુજરાતની બધી જ સ્ટોરી રિપોર્ટર કે એડિટરના માતાને સમર્પિત કરાશે. અત્યાર સુધી અમારા આ ન્યૂઝ પોર્ટલમાં રિપોર્ટર્સ અને એડિટર્સને તેમની સ્ટોરી માટે બાય લાઇન એટલે કે તેમના નામથી સ્ટ્રોરી કે આર્ટિકલ પ્રસિધ્ધ કરવામાં આવતા હતા. પરંતુ દિપાવલી અને બેસતા વર્ષના દિવસ દરમિયાન બાયલાઇન તેમની માતાઓને આપવામાં આવશે.
વધુમાં કનેક્ટ ગુજરાત પ્રકાશના પર્વ પ્રસંગે આપ સૌ ને દિપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે.
Latest Stories