કનેક્ટ ગુજરાતની શુભેચ્છા મુલાકાત લેતા દિવ દમણ ભાજપનાં પ્રભારી અને પૂર્વ સાંસદ

કનેક્ટ ગુજરાતની શુભેચ્છા મુલાકાત લેતા દિવ દમણ ભાજપનાં પ્રભારી અને પૂર્વ સાંસદ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનો પ્રચાર પડગામ શાંત થઇ ગયો છે ત્યારે ભાજપનાં પ્રચાર પ્રસાર અર્થે આવેલા દાદરા નગર હવેલી, દિવ દમણ ભાજપનાં પ્રભારી રઘુનાથજી કુલકર્ણી તેમજ દમણનાં પૂર્વ સાંસદ અને હાલમાં દમણનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલે કનેક્ટ ગુજરાતની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે દાદરા નગર હવેલી, દિવ દમણ,ગોવા અને દાદરાનગર હવેલી ભાજપનાં પ્રભારી રઘુનાથજી કુલકર્ણી તેમજ દમણનાં પૂર્વ સાંસદ અને હાલમાં દમણનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલ સાથે ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જનક શાહ, અંકલેશ્વર ભાજપ શહેર પ્રમુખ મિનેષ ઝઘડીયાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કનેક્ટ ગુજરાત દ્વારા મતદાન જાગૃતિ અર્થેનું અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.અને મતદાન અંગેનાં સંકલ્પ પત્ર ભરાવીને સપથ પણ મતદારો પાસે લેવડાવ્યા હતા,જ્યારે આ ઉપરાંત ફેસબુક સહિતનાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પણ સેલ્ફી વિથ " YES I WILL VOTE "ની ફ્રેમ થકી પણ અચૂક મતદાન અંગેની લોક જાગૃતતાનાં કનેક્ટ ગુજરાતનાં પ્રયાસોને રઘુનાથજી કુલકર્ણી અને ગોપાલ ટંડેલે બિરદાવ્યા હતા.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article