કરજણના નિશાળીયા ગામની નવીનગરીમાં મકાનનો સ્લેબ તૂટી પડતા એકનું મોત

New Update
કરજણના નિશાળીયા ગામની નવીનગરીમાં મકાનનો સ્લેબ તૂટી પડતા એકનું મોત

કરજણ તાલુકાના નિશાળિયા ગામમાં આવેલા નવીનગરીમાં ભારે વરસાદને કારણે એક મકાનનો સ્લેબ તૂટી પડતા એક આધેડનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નિશાળિયા ગામની નવીનગરીમાં રહેતા કોઇજીભાઇ વસાવા, જ્યારે તેઓના મકાનમાં હતા તે વેળા અચાનક મકાનનો સ્લેબ તૂટી પડતા કાટમાળ નીચે દબાઇ જતા થયેલી ગંભીર ઇજાઓના પગલે કોઇજીભાઇનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે તેઓની પત્નીનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

Latest Stories