/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/hgjh.jpg)
છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે ચારેકોર જળબંબાકારની દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો અવિરત વરસી રહેલા વરસાદને પગલે ધરતીપુત્રો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. સતત વરસી રહેલા વરસાદને પગલે ખેતરો જાણે સરોવરમાં પરિવર્તિત થઈ ગયા એવા દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે. કરજણ તાલુકાના મિયાગામની સીમમાં અવિરત વરસેલા વરસાદને પગલે પાણી ભરાઇ જતાં ખેડૂતોનો મહામુલો પાક લગભગ નિષ્ફળ જવાના આરે આવીને ઊભો છે.
મિયાગામની સીમ સહિત લાકોદરા, વલણ વગો, ગામેઠા વગો, કંબોલા વગો, વડવા, ભરથાણા વગો તેમજ કરજણ, કરમડી વગામાં અવિરત વરસાદને પગલે ખેતરો જળબંબાકાર બની જતાં ઉપરોક્ત સીમમાં ખેતરોના માલિકો દ્વારા સરકાર તરફથી સહાય મળે તે માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે. ચાલુ વર્ષે અનરાધાર વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રો ભારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે.