કર્ણાટક ચૂંટણી પરિણામમાં ભાજપનો દબદબો યથાવત, કોંગ્રેસનુ સત્તા મેળવવાનુ સ્વપ્ન રોળાશે!

કર્ણાટક ચૂંટણી પરિણામમાં ભાજપનો દબદબો યથાવત, કોંગ્રેસનુ સત્તા મેળવવાનુ સ્વપ્ન રોળાશે!
New Update

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે શરૂ થયેલી મતગણતરીના પ્રાથમિક ટ્રેન્ડને જોતા ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.ભાજપ બહુમતીની પણ નજીક છે.

હાલમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ૧૦૯ બેઠકો પર ભાજપ, ૬૮ બેઠકો પર કોંગ્રેસ અને ૪૩ સીટો પર દેવ ગૌડાની પાર્ટી જેડીએસ આગળ છે.

કર્ણાટકના હાલના મુખ્યમંત્રી સિધ્ધાર્થરમૈયાનુ ફરી મુખ્યમંત્રી બનવાનુ સ્વપ્ન તો રોળાઈ જ ચુક્યુ છે પણ તેમને પોતાને પણ જીતવાના ફાંફા છે.સિધ્ધાર્થ મૈયાએ બદામી અને ચામંડેશ્વરી બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ચામુંડેશ્વરીની બેઠક પર તેઓ પાછળ ચાલી રહ્યા છે.જોકે સિધ્ધારમૈયાના પુત્ર વરૂણા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.જ્યારે કોંગ્રસના વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક મગતણતરીમાં પાછળ છે.

ફરી એક વખત આ ચૂંટણીના પરિણામો સાબીત કરી રહ્યા છે કે દેશમાં નરેન્દ્ર મોદીનો મેજિક યથાવત છે.જયારે રાહુલ ગાંધી ફરી એક વખત કોંગ્રેસને જીત અપાવવામાં નિષ્ફળ ગયા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article