કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી કુમારસ્વામીની થશે અજ્ઞિ પરીક્ષા

કર્ણાટકમાં આજે મુખ્યમંત્રી કુમારસ્વામીની થશે અજ્ઞિ પરીક્ષા
New Update

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે બિરાજેલા એચડી કુમારસ્વામીના વિશ્વાસ અને શક્તિનું આજે ખરું પરીક્ષણ થશે. કોંગ્રેસ સાથે જોડાણ કરીને યુતિ સરકાર બનાવનાર કુ્મારસ્વામી માટે શુક્રવાર લિટમસ ટેસ્ટનો દિવસ સાબિત થશે. કેમકે, ભાજપે હજુ પણ તેની લડત ચાલુ જ રાખી છે. ભાજપની આક્રમકતાને કારણે કોંગ્રેસ અને જેડી-એસમાં હજુ પણ ડર છે. તેમના ધારાસભ્યોની તોડફોડ થાય તેવી શંકા છે. તેના કારણે જ હજુ પણ બંને પાર્ટીના ધારાસભ્યોને હોટેલમાં કેદ રખાયા છે. તેમને હજુ સુધી તેમના ઘરે જવા દેવાયા નથી. છેલ્લાં નવ દિવસથી જનતાના ચૂંટાયેલા આ તમામ પ્રતિનિધિઓ રિસોર્ટમાં જ છે. વર્તમાન ગણિત અને સંજોગો જોતા કુમારસ્વામી આજે સરળતાથી બહુમતી પુરવાર કરી શકશે. પરંતુ બન્ને શાસક પક્ષો કોઈ ચાન્સ લેવા માગતા નથી.

કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને ડોમલુર ખાતે હિલ્ટન એમ્બસી ગોલ્ફલિંક્સમાં રાખ્યા છે. જ્યારે જેડીએસના તમામ ધારાસભ્યોને દેવનાહેલિયન નજીક પ્રેસ્ટિજ ગોલ્ફશાયર રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે. કર્ણાટકની ચૂંટણીના પરિણામ ૧૫ મેએ જાહેર થયા અને ત્રિશંકુ વિધાનસભા રચાઈ. ત્યારથી આ તમામ ધારાસભ્યોને એક સાથે વૈભવી રિસોર્ટ અને હોટેલમાં રાખવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો તેમના પરિવારથી દૂર છે. એવા પણ અહેવાલ હતા કે તેમને ફોન પણ રાખવા દેવાયા નથી. આથી પરિવાર સાથે વાતચીત પણ કરી શક્યા નથી. જોકે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ આ અહેવાલને નકારી રહ્યા છે. અહેવાલો મુજબ કેટલાક ધારાસભ્યોએ ઘરે જવા માટે આજીજી કરી હતી, પરંતુ તેમની વિનંતી ફગાવી દેવાઈ હતી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article