કર્ણાટકમાં યેદિયુરપ્પાએ CM પદના લીધા શપથ

New Update
કર્ણાટકમાં યેદિયુરપ્પાએ CM પદના લીધા શપથ

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય બીએસ યેદિયુરપ્પા આજે સવારે નવ વાગ્યે મુખ્યપ્રધાન પદના શપથ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદના શપથ અપાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બુધવારે સાંજે યેદિયુરપ્પાને નવી સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ યેદિયુરપ્પાએ ૧૫ દિવસમાં બહુમતી સાબિત કરવી પડશે. યેદિયુરપ્પાએ ૧૯૭૦માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો

આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું કે બહુમતી ન હોવા છતા ભાજપની સરકાર બનવી તે બંધારણની મજાક ઉડાવવી બરાબર છે. આજે સવારે જ્યારે ભાજપ જીતની ઉજવણી કરશે ત્યારે ભારત લોકતંત્રની હારનો શોક મનાવશે. તો બીજી તરફ ભાજપના નેતા અનંત કુમારે કહ્યું કે અમને સમર્થન મળશે અને સદનમાં અમે બહુમત સાબિત કરીશું. શપથગ્રહણ સમારોહ દરમિયાન રાજભવનમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ઘારમૈયાએ કહ્યું કે અમે લોકો પાસે જઇશું અને લોકોને બતાવીશું કે ભાજપ કંઇ રીતે બંધારણનું અપમાન કરી રહી છે.

Latest Stories