કલ્પના ચાવલાની બાયોપિક ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળશે

New Update
કલ્પના ચાવલાની બાયોપિક ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળશે

પ્રિયંકા ચોપરા હાલ ભારત પરત આવી ગઈ છે, પોતાની નિર્માણ કંપનીનું કામ જોવા અને કેટલીક નવી હિન્દી ફિલ્મો સાઈન કરવા દેશી ગર્લ ઇન્ડિયા આવી, નવી પ્રોડક્શન કંપની ગેટ વેના બેનર હેઠળ પ્રિયંકા ચોપરા ભારતની પહેલી મહિલા અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાના જીવન પરની બાયોપિક ફિલ્મનું નિર્માણ કરવાની છે.

આ પ્રોજેટકથી પ્રિયા મિશ્રા દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવી રહી છે, પ્રિયાએ જણાવ્યું હતું કે હું આ ફિલ્મ પર છેલ્લા સાત વર્ષથી કામ કરી રહી છું, મે કલ્પના ચાવલા સાથે સંકળાયેલી તમામ માહિતીઓ ભેગી કરી છે,તેમજ કેટલીક નોવેલ્સ વાંચી છે, કલ્પના ચાવલા બનવા હું ખુજ જ ઉત્સાહમાં છું, ફિલ્મ નિર્માતાઓ ચાવલાના પરિવારના સંપર્કમાં છે, અને તેમની પરવાનગી ફિલ્મ બનાવવા માટે લઈ લેવામાં આવી છે.

ફિલ્મનું શુટિંગ જૂન મહિનાથી શરૂ કરવાની અમારી યોજના છે, આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવામાં આવશે, ફિલ્મમાં લીડ રોલ પ્રિયંકા ચોપરા નીભવવાની છે.

Latest Stories