કાબુલમાં 'એમ્બ્યુલન્સ બોમ્બ' વિસ્ફોમાં 95નાં મોત

New Update
કાબુલમાં 'એમ્બ્યુલન્સ બોમ્બ' વિસ્ફોમાં 95નાં મોત

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા હવે બહુ જ સામાન્ય બાબત બની ગઇ છે. અહીં આતંકીઓ હુમલા કરવા માટે હવે એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક એમ્બ્યુલન્સમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. જેમાં 95 લોકોનાં મોત થયા હતા ,જ્યારે 210 લોકો ઘવાયા હતા.

publive-image

આ વર્ષનો અફઘાનિસ્તાનમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે. હુમલામાં મોતને ભેટેલામાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અહીંની જમુરત હોસ્પિટલમાં સૌથી વધુ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહીદ મજરોહે પણ જણાવ્યું હતું કે અમે ઘાયલોને સારવાર મળી રહે તે માટેના દરેક પ્રયાસો કરી રહ્યા છીએ.

કાબુલમાં આવેલા હાઇપ્રોફાઇલ વિસ્તારમાં આ હુમલો થયો હતો. જ્યાં યુરોપિયન યુનિયનની કચેરી પણ આવેલી છે. અહીં એક એમ્બ્યુલન્સમાં મોટા પાયે વિસ્ફોટક સામગ્રી ભરી બ્લાસ્ટને અંજામ અપાયો હતો. હુમલા માટે આતંકીઓએ એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હોવાથી પોલીસ પણ જોતી રહી ગઇ હતી. આસપાસના વિસ્તારમાં કેટલીક નાની ઇમારતો ધ્વંસ થઇ ગઇ હતી.આ હુમલાની જવાબદારી તાલિબાન નામના આતંકી સંગઠને લીધી હતી.

Latest Stories