કાશીપુરાથી માંગલેજ તરફ જતો માર્ગ એક જ વર્ષમાં બન્યો બિસ્માર

New Update
કાશીપુરાથી માંગલેજ તરફ જતો માર્ગ એક જ વર્ષમાં બન્યો બિસ્માર

કરજણ તાલુકાના કાશીપુરા થી માંગલેજ ગામ તરફ જતો માર્ગ ચાલુ વર્ષે નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ ચોમાસામાં માર્ગ તૂટી જતા માર્ગના કામમાં ભારે ગોબાચારીની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

માર્ગનું નાળુ પણ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યું છે. નાળાના કામમાં પણ મોટાપાયે ગેરરીતી આચરાઇ હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે. પ્રથમ ચોમાસામાં જ માર્ગ બિસમાર બનતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. વહેલી તકે રસ્તાનું રીપેરીંગ થાય તથા નબળી કામગીરીની તપાસની લોકો માંગ કરી રહયાં છે.

Latest Stories