કાશ્મીરનાં કુપવાડામાં લશ્કરી ચોકી પાસે હિમપ્રપાતમાં 3 જવાનો શહીદ  

New Update
કાશ્મીરનાં કુપવાડામાં લશ્કરી ચોકી પાસે હિમપ્રપાતમાં 3 જવાનો શહીદ  

જમ્મુ-કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં માછિલ સેકટરમાં હિમપ્રપાતની ઝપટમાં આર્મી પોસ્ટ આવી ગઇ હતી. તેમાં ત્રણ જવાનો શહીદ થઇ ગયા, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

કહેવાય છે કે માછિલ સેકટરના સોના પંડી ગલીની પાસે આવેલ 21 રાજપૂત સેનાની ચૌકી પર અંદાજે સાંજે સાડા ચાર વાગ્યે હિમપ્રપાત થયો હતો ,અને તેની ઝપટમાં આર્મી ચોકી આવી ગઇ હતી . જો કે સેના એ ત્રણ દિવસ પહેલા જ હિમપ્રપાતને લઇ ચેતવણી જાહેર કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ હિમપ્રપાતમાં સેનાના જવાનોએ પોતાનો જીવ બચાવવાની કોશિષ કરી પરંતુ તેઓ પોતે બચી શકયા નહીં. જ્યારે ઘાયલ જવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Latest Stories